મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીકથી જીગ્નેશભાઈ નામના ફરીયાદી પોતાના સીરામીક કારખાને જતા હતા,ત્યારે પાંચ આરોપીઓએ ઇકો કારમાં આવી અપહરણ કરી પાંચ લાખની ખંડણી વસૂલી ફરિયાદીને મુક્ત કરેલ હતા,જે બાબતે ફરિયાદ નોંધાયા બાદ ચાર આરોપીને પોલીસે તાત્કાલિક પકડી પાડ્યા હતા.જયારે છ માસથી ફરાર આરોપીને મોરબી તાલુકા પોલીસે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં ફરિયાદી જીગ્નેશભાઈ મહાદેવભાઈ ભટ્ટાસણા ગુંજન હાઈટ્સ મોરબી વાળા પર ૨૩/૦૪/૨૦૨૩ના રોજ પોતાના સીરામીક કારખાને જતા હતા, ત્યારે પાંચ આરોપીઓએ ઇકો કારમાં આવી અપહરણ કરી પાંચ લાખની ખંડણી વસૂલી ફરિયાદીને મુક્ત કરેલ હતા, જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કર્યો હતો. જેમાં ચાર આરોપીને પકડી પાડ્યા હતા. જયારે એક આરોપી છ માસથી નાસ્તો ફરતો હોય જે આરોપીને પકડવા પોલીસ કાર્યરત હતી તે દરમિયાન બાતમીને આધારે પોલીસે મોરબી તાલુકાના લાલપર ગામે બસ સ્ટેન્ડ પાસેથી રાજેશભાઈ ગજાનંદ નરગાવે (ઉ . વ.૨૮)ને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.