વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે બુટભવાની માતાના મંદિરમાં ચાંદીના બે છતર ચોરીના બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે એક આરોપીને ઝડપી લીધો છે.
વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે આવેલા બુટભવાની માતાના મંદિરમાંથી રૂ. ૪૦,૦૦૦/- ની કિંમતના બે છતર ચોરી થયાની ફરિયાદ બાદ વાંકાનેર તાલુકા પોલીસ મથક પીઆઇ બી.વી. પટેલના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ લમાં હોય તે દરમિયાન મંદિરના સીસીટીવી ફૂટેજને આધારે અને આ ઉપરાંત, ચોરીની જગ્યાની આજુબાજુના રસ્તા, દુકાનો અને પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સના આધારે આ ચોરીમાં બે શખ્સો શંકાસ્પદ જણાયા હતા. જેમાંમાંથી એકની ઓળખ આરોપી જયેશભાઈ બાબુભાઈ મકવાણા રહે. ખારચિયા તા.જી. રાજકોટ વાળા તરીકે થઈ હતી. જેથી વાંકાનેર તાલુકા પોલીસની ટીમે તેને ઝડપીને ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









