રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ અગામી લોકસભાની ચુંટણીની શાંતીપૂર્ણ માહોલમાં યોજાય તેમજ ભયમુકત વાતાવરણમાં યોજાય તે સારુ અગાઉના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ બેડાને સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એલસીબી દ્વારા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન તથા ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના રોહટ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. ટીમને ગઈકાલે ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન તથા ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી નાસતો ફરતો આરોપી પુનઃમારામ ઉર્ફે પુનમચંદ ભીખારામ બિશ્નોઇ (રહે. અરણાઇ તા.જી.સાંચૌર (રાજસ્થાન)) છેલ્લા ઘણા વર્ષોથી પોતાના પરીવાર સાથે હૈદરાબાદ ખાતે રહેતો હોય અને હાલે પોતાના વતનમાં રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના રોહટ ખાતે હોવાની હકીકત આધારે પેરોલ ફર્લો સ્ટાફના માણસોની ટીમને હકિકત વાળી જગ્યાએ તપાસ અર્થે મોકલતા આરોપી પુનઃમારામ ઉર્ફે પુનમચંદ ભીખારામ માંજુ (રહે. અરણાઇ માજો કી ઢાણી તા.જી.સાંચૌર (રાજસ્થાન)) સ્થળ પરથી મળી આવતા ઇસમને હસ્તગત કરી મોરબી ખાતે લાવી ટંકારા પોલીસ સ્ટેશનના ગુનાના કામે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.