રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મોરબી એલ.સી.બી. ટીમને જરૂરી સુચના કરતા તે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇગ્લીંશ દારૂના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ટિમ મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. તે દરમિયાન તેઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનાં ગુન્હાનો નાસતો ફરતો આરોપી રોહિત છેલાભાઇ મેધાણી (રહે.મોટી મોલડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર) વાંકાનેર બાઉન્ટ્રી ખાતે હોવાની ચોકકસ હક્કિત મળેલ હોય જે હક્કિતનાં આધારે તપાસ કરતા નાસતો ફરતો આરોપી રોહિત છેલાભાઇ મેધાણી વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી મળી આવતા તેને હસ્તગત કરી સી.આર. પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા મી. પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી હાથ ધરી છે.