રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી એલ.સી.બી. પીઆઈ ડી.એમ.ઢોલને નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ જરૂરી સુચના કરતા મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરો ફર્લો સ્કોડ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાન રાજયના આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરો ફર્લો સ્કોડને ખાનગી રાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતો ફરતો આરોપી હમીરસિંહ કેસરીસિંહ રાઠોડ (રહે. ચીબોડા વાગાવત તા.ગીંગલા જી.સલુંબર (રાજસ્થાન)) હાલે અમદાવાદનાં મણીનગર વિસ્તારમાં હોવાની હકીકતનાં આધારે સ્ટાફ સાથે અમદાવાદ ખાતે તપાસ કરતા આરોપી હમીરસિંહ ઉર્ફે હમેરસિંહ કેસરીસિંહ ઉર્ફે કેસરસિંહ રાઠોડ (રહે. હાલ અમદાવાદ મણીનગર ૭-ડેસ્કુલની બાજુમાં ધીરજહાઉસીંગ વડવાળા ડેરીનામની દુકાનમાં તા.જી.અમદાવાદ મુળ રહે. ચીબોડા વાગાવત તા.ગીંગલા જી.સલંબર (રાજસ્થાન)) મળી આવતા આરોપીને આજરોજ તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપવા આવ્યો છે.