અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલ વિનય સાઇડ કારની દુકાન આગળથી ચોરી કર્યાની કબુલાત
મોરબી : હળવદ પોલીસે આજે હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયાથી ચોરીની રીક્ષા લઇ ખુલ્લેઆમ ફરતા યુવકને રીક્ષા સાથે પકડી પાડેલ હતો. આ આરોપીએ અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલ વિનય સાઇડ કારની દુકાન આગળથી ચોરી કર્યાની કબુલાત આપી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને હળવદ પીઆઈ એમ.વી.પટેલ પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ કાર્યરત હોય તે દરમિયાન પોલીસે બાતમીને આધારે પો.હેડ કોન્સ. કિશોરભાઇ સોલગામા નાઓએ સર્વેલન્સ સ્ટાફ સાથે તા.૨૬/૦૭/૨૦૨૨ ના રોજ હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા ખાતે વોચમાં હતા દરમ્યાન એક ઓટો રીક્ષા જેના નં. GJ-27-Y-5505 વાળી ધ્રાંગધ્રા થી હળવદ તરફ શંકાસ્પદ રીતે આવતા મળી આવેલ ઓટો રીક્ષા ચાલકની સઘન પુછપરછ કરતા ઓટો રીક્ષાના કાગળો બાબતે કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસ સ્ટાફ દ્વારા ઈ પોકેટકોપ એપ ના માધ્યમથી ઓટો રીક્ષાના રજીસ્ટર નંબર આધારે સર્ચ કરીને રીક્ષાના મૂળ માલિક બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા ઇસમને પોલીસ મથકે લાવી સધન પુછપરછ કરતા આરોપીએ રિક્ષા અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ મથક વિસ્તારમાં આવેલ વિનય સાઇડ કારની દુકાન આગળથી ચોરી કરેલાની કબુલાત આપતા આરોપી વિક્રમભાઇ ઉર્ફે હજુ બાબુભાઇ લખમણભાઇ ગોહીલને ચોરીની ઓટો રીક્ષા સાથે ઝડપી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.