Wednesday, January 7, 2026
HomeGujaratહળવદના સુસવાવ ગામ નજીક બે મોટર સાયકલ અકસ્માતમાં પ્રૌઢનું સારવારમાં મોત

હળવદના સુસવાવ ગામ નજીક બે મોટર સાયકલ અકસ્માતમાં પ્રૌઢનું સારવારમાં મોત

હળવદ તાલુકાના સુસવાવ ગામથી કેદારનાથ મહાદેવ તરફ જતા રોડ ઉપર બે મોટર સાયકલ વચ્ચે થયેલ અકસ્માતની ઘટનામાં પ્રૌઢ મોટર સાયકલ ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, સુસવાવ ગામમાં સથવારા વાસમાં રહેતા ચુનીલાલ ભૂરાભાઈ બાહપીયા ગત તા.૨૬ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સાંજના અરસામાં પોતાનું મોટર સાયકલ રજી.નં જીજે-૧૩-એન-૮૦૬૫ વાળું લઈને ઘરેથી વાડીએ જતા હોય તે દરમિયાન સામેથી આવતા મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએમ-૩૯૫૫ ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ફૂલ સ્પીડના ચલાવી આવી સુસવાવથી કેદારનાથ મહાદેવ જવાના રસ્તે જાંબુડા વાળા વોકળા પાસે ઉપરોકત પ્રૌઢ ચુનીલાલના મોટર સાયકલને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના ગંભીર રીતે ઇજાગ્રસ્તને હળવદની ખાનગી હોસ્પિટલ બાદ સુરેન્દ્રનગર સર્જરી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેઓનું તા ૦૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતકના દીકરા ધર્મેન્દ્રભાઈ ચુનીલાલ બાહપીયાની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!