Tuesday, December 3, 2024
HomeGujaratમોરબીમાં અકસ્માતે ત્રીજા માળેથી પડી જતા પ્રૌઢનું અને હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત...

મોરબીમાં અકસ્માતે ત્રીજા માળેથી પડી જતા પ્રૌઢનું અને હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત નીપજ્યું

મોરબી પંથકમાં અપમૃત્યુના આજે બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં મોરબીમાં બિલ્ડિંગમાં ફેબ્રિકેશનનું કામ કરતા પ્રૌઢ અકસ્માતે પડી જતા તેનું મોત નીપજ્યું છે જ્યારે હાર્ટ એકેટ આવતા વૃદ્ધનું મોત થયાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ઉમીયા નગર વિસ્તારમાં આવેલ ઉમીયા સર્કલ કન્ટ્રકશન સાઇડ ઉપર ત્રણ માળની બીલ્ડીંગમાં ફેબ્રિકેશનનું કામ ચાલી રહ્યું હતું જેમાં કામ કરતા નટવરભાઇ મનજીભાઇ કૈલા (ઉ.વ.૫૨) રહે.રવાપર ગામ જી.મોરબીવાળા અકસ્માતે ત્રીજા માળેથી પડી જતા તેઓને ગંભીર ઇજા થવા પામી હતી. જેની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મોત નિપજ્યાનું જાહેર થવા પામ્યું છે. આ બનાવને પગલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે અકસ્માતે મોત નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અપ મૃત્યુના અન્ય એક બનાવમાં મોરબીના સામાકાંઠે આવેલ રામકૃષ્ણનગર બ્લોક નંR-5માં રહેતા લાલજીભાઇ
કુંવરભાઇ કાલાણી (ઉ.વ.૯૦) વાળાને પોતાના ઘરે હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસે નોંધ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!