મોરબીના પ્રમુખ રેસિડેન્સી વિસ્તારમાં રહેતા ૫૪ વર્ષીય પ્રૌઢ છેલ્લા ત્રણ વર્ષથી મોઢાના કેન્સરની બીમારીથી પીડાતા હોય, ત્યારે તે દરમિયાન તેમની તબિયત વધુ બગડતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. આ મામલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે અ.મોત રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરના રવાપર ઘુનડા રોડ પર આવેલા પ્રમુખ રેસિડેન્સી મુનહિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા વિનોદકુમાર મગનભાઈ વિડજા ઉવ.૫૪ કે જેઓ CISFમાં નોકરી કરતા હતા અને છેલ્લા ત્રણ વર્ષથી મોઢાના કેન્સરની બીમારીથી પીડાતા હતા. ત્યારે ગત તા.૨૪/૦૨ ના રોજ સાંજના સમયે તેમની તબિયત વધુ બગડતા તેમને મોરબીની સમર્પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તા.૨૫/૦૨ના રોજ ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.









