મોરબી શહેરમાં રેલ્વે સ્ટેશન નજીક ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા આવેલ રાજપર ગામના રમણિકભાઈ ગોપાલભાઈ મારવાણીયા ઉવ.૫૨ વાળાએ પોતાનું મોટર સાયકલ મંદિર નજીક પાર્કિંગમાં પાર્ક કર્યા બાદ ચાલીને દર્શન કરવા જતાં હોય તે દરમિયાન એસટી બસ રજી.નં. જીજે-૧૮-ઝેડ-૮૪૧૯ ના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં અને બેદરકારીથી ચલાવી રમણિકભાઈને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં રોડ ઉઓર પટકાયેલ રમણિકભાઈને માથામાં તથા સાથળના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્તની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી એસટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









