મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણ માળીયાના રહેણાંક નજીક એક ઈસમ ખાટલામાં બેઠો હોય, ત્યારે તેની પૂછતાછ કરી શંકા જતા તલાસી લેતા, ખાટલના ગાદલા નીચે પ્લાસ્ટિકની થેલીમાંથી વિદેશી દારૂ બ્લેક ડોગ સ્કોચ-વ્હિસ્કીની ૧૮૦મીલી. ની ત્રણ બોટલ કિ.રૂ.૨,૨૫૦/-મળી આવતા તુરંત આરોપી જીતેન્દ્રભાઈ વાલજીભાઈ દેવાતકા ઉવ.૫૭ રહે. એમ-૪૦ બ્લોક નં.૨૧૯ ગુજરા5 હાઉસિંગ બોર્ડ ત્રણ માળીયા મોરબી વાળાની અટકાયત કરવામાં આવી હતી, આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.