અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોરબીમાં માવઠું પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. તેવામાં નવલખી દરિયામાં કરન્ટ જોવા મળતા એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.
મળતી માહિતી અનુસાર, હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને મોરબીના નવલખી બંદર પર એક નંબરનુ ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. તેમજ નવલખી દરિયામાં કરન્ટ જોવા મળતા સિગ્નલ લગાવાયું છે. તેમજ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. જયારે તંત્ર દ્વારા દરિયાઈ વાતવરણમાં પલટા સાથે ભારે પવન અને તોફાની મોજા ઉછાળવાની શક્યતાઓ સાથે દરિયામાં માછીમારી કરતા માછીમારોને સાવચેત રહેવા સૂચન કરાયું છે.