વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ફીટ ઈંડિયા મૂવમેન્ટ શરૂ કરી ને યુવાનોને પ્રેરિત કર્યા છે ત્યારે ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ,રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ના માર્ગદર્શનથી અને સુરત સીપી અનુપમ સિંહ ગેહલોતના સુપર વિઝન હેઠળ યોજાયેલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ અને મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જિલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અરુણ મિશ્રાને સિલેક્ટ કરવામાં આવ્યા હતા જેઓ ફર્સ્ટ રેન્ક પણ મેળવ્યો છે.
આમ તો પોલીસમાં ફરજ બજાવતા કોઈ પણ અધિકારી અને કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જ એટલે વ્યસ્ત હોય છે કે તેઓને પોતાના અન્ય સપનાઓ પૂર્ણ કરવા માટે સમય નથી મળતો પરંતુ આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ મોરબી પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇ અરુણ મિશ્રાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની પોતાની ફરજ ની સાથે સાથે ગુજરાતી ફિલ્મ “જગત”માં પણ પોલીસ અધિકારી ની ભૂમિકા નિભાવી છે ત્યારે હવે સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ ગુજરાતના નેજા હેઠળ આયોજિત ગુજરાત સ્ટેટ પાવર લિફટીંગ,બેન્ચ પ્રેસ અને ડેડલીફ્ટ ચેમ્પિનશિપમાં ગુજરાત પોલીસ અને ઓલ યુનિવર્સિટી /ઇંટર કોલેજ પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું છે.
મોરબી પોલીસમાં ફરજ બજાવતા PSI અરુણ મિશ્રા બોલીવુડમાં જવાની તૈયારી તો કરી રહ્યા છે સાથે જ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં પણ ભાગ લઇ રહ્યા છે.બોલીવુડમાં તક મેળવવા માટે તેઓએ No સુગર diet કરીને અને અતિ વ્યસ્ત નોકરી દરમિયાન પણ સમય કાઢીને સખત મહેનત કરી પોતાનું વજન ૮૨ કિલો થી ઘટાડી ૭૫ કિલો કર્યું અને high કેટેગરીમાં રમ્યા.લો સુગરના લીધે તેમને ચક્કર પણ આવ્યા તો પણ તેમની કઈક કરી છૂટવાની ઝીદ ને કારણે આજે પણ તેઓએ ગોલ્ડ મેડલ થી દુર નથી રહ્યા. PSI અરુણ મિશ્રા બધી એક્ટિવિટી માં ફિટ છે અને દરેક કામને દિલથી અને સચોટ કરવાની ટેવ ધરાવે છે. એ પછી લૉ એન ઓર્ડર હોય કે સ્પોર્ટ્સ,ડાન્સ હોય અને હવે તેઓ એક્ટિંગમાં પણ છવાઈ ગયા છે.ત્યારે તાજેતરમાં ગુજરાત લેવલ પર પાવર લિફ્ટિંગ સ્પર્ધા જે સુરત ખાતે યોજાયેલ હતી તેમા પણ ગોલ્ડ મેડલ જીત્યા અને ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું છે.અને આટલી વ્યસ્ત નોકરી વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે ઉપરી અધિકારી અને ગુજરાત સરકારનો સપોર્ટ પણ હોવો જરૂરી છે અને તે પણ પીએસઆઈ અરુણ મિશ્રા ને મળ્યો છે અને તેઓની આ સિદ્ધિની ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજય સરકાર પણ નોંધ લે છે.સામાન્ય લોકો માટે તો ૧૭૫ કિલો વજન ઊંચકવાની વાત સાંભળીને જ આંખો ફાટી જાય પણ પીએસઆઈ અરુણ મિશ્રાએ એ કરી બતાવ્યું છે અને એ પણ ઝીરો સુગર ડાયેટમાં આટલો વજન ઉપાડવો એ ખુબ જ અઘરૂ કામ છે જે કામ કરવામાં પીએસઆઈ અરુણ મિશ્રાએ કરી બતાવ્યું અને સાથે જ સૌથી બેસ્ટ કરી બતાવી ને ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે.તેઓની આ સફળતા ને લઇને તેઓને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સહકર્મીઓ દ્વારા પણ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
તેમજ આ તકે તેઓએ જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફીટ ઈંડિયા મુમેન્ટ શરૂ કરવામાં આવી હતી જેમાં તેઓને એક અલગ જ પ્રેરણા મળી હતી જેમાં તેઓ આગળ વધ્યા અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ગુજરાત પોલીસના જવાનોને પ્રેરણા આપવામાં આવી રહી છે અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધતા પોલીસ જવાનોનો જુસ્સો કાયમ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે ત્યારે આજે તેઓ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા દરમિયાન આ સિદ્ધિ મેળવી છે ત્યારે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી નો પણ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો છે.