Sunday, June 1, 2025
HomeGujaratમોરબીના ઘુંટુ ગામે ટ્રકની ઠોકરે અલ્ટો કારમાં નુકસાની, ફરિયાદ નોંધાઈ.

મોરબીના ઘુંટુ ગામે ટ્રકની ઠોકરે અલ્ટો કારમાં નુકસાની, ફરિયાદ નોંધાઈ.

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના માથક ગામના રહેવાસી ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ઝાલા ઉવ.૪૯ પોતાની મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો કાર રજી નં. જીજે૦૩-ઈએલ-૧૫૭૫ વાળી લઈને માથક ગામથી મોરબી વેજીટેબલ રોડ પર કામ સબબ જતા હતા તે દરમ્યાન ઘુટુ ગામના ગેટ સામે રોડ પર પહોચેલ તે વખતે પાછળ હળવદ તરફથી આવતા ટ્રક રજી.નં. જીજે-૧૩-એએક્સ-૮૩૩૧ના ચાલકે તેનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીની કારમાં ડ્રાઇવર સાઇડના પાછળના દરવાજાના ભાગે નુકશાની પહોંચાડી હતી. સમગ્ર અકસ્માતને પગલે કારના ચાલક દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!