Tuesday, December 24, 2024
HomeGujaratમાળીયા મીયાણાના ખાખરેચી ગામમા સરકારી ખરાબાની જમીનમાં બાંધકામ કરતા ઇસમો વિરૂદ્ધ લેન્ડ...

માળીયા મીયાણાના ખાખરેચી ગામમા સરકારી ખરાબાની જમીનમાં બાંધકામ કરતા ઇસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરાઈ

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામના ખાતા નંબર 299 જેના સર્વે નં. 952/1 વાળી સરકારી ખરાબાની જમીન પર ગેર કાયદેસર બાંધકામ કરાતા ભરતભાઈ શંખેસરિયા દ્વારા લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવતા મામલતદાર દ્વારા સામા પક્ષને હાજર થવા ફરમાન આપવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામના અરજદાર ભરતભાઈ શંખેસરિયા દ્વારા ગામ ખાખરેચીના ખાતા નંબર 299 299 જેના સર્વે નંબર 952/1 વાળી સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ થતાં તેને લઈને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા અરજી કરાઈ છે. જેમાં ભરતભાઈ શંખેસરીયા, હિતેશકુમાર પારેજીયા, દિનેશકુમાર પારેજીયા, ચંદુલાલ કાલરીયા, અશોક ઓડિયા, રાજેશ અઘારા, જીતેન્દ્ર કવાડિયા અને સુરેશ જસાપરા સહિત કુલ આઠ આસામીઓ સામે કોઈપણ પ્રકારની બાંધકામ મંજૂરી લીધા વગર પટેલ સમાજ વાડી બનાવવા માટે બાંધકામ શરૂ કરતાં તેના વિરુદ્ધ ગામજનોએ તારીખ 11/1/ 24 ના રોજ માળિયા મીયાણા મામલતદાર, માળિયા તાલુકા પંચાયત કચેરી અને ખારચિયા ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને અરજી આપી હતી. પરંતુ તેમના દ્વારા કોઈ કાર્યવાહી નહી કરાતાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા અરજી કરાઈ છે. જે ખરાબાની સરકારી જમીનમાં સ્થળ તપાસ કરી બિન અધિકૃત કબ્જો જમાવવા ઈસમોને નોટિસ પાઠવી ચાલુ બાંધકામ બંધ કરી ઈસમો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. અરજી મળતાં માળિયા મીયાણાના મામલતદાર અને એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા આઠ વ્યક્તિઓને ખાખરેચી સરકારી ખરાબાના સ. નં. 952/1 વાળી જમીન પર ગેરકાયદેસર કબ્જા બાબતે રજૂઆત આવતા આગામી તા. 13/03/24 ના 04:00 વાગ્યા સુધી લેન્ડ ગ્રેબિગ અરજી બાબતે ખાખરેચી સ. નં. 952/2 ખાતે જમીન માલિકીના તથા અન્ય જરૂરી આધાર પુરાવા સાથે ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!