Monday, May 20, 2024
HomeGujaratમોરબી પત્રકાર એસોસિએશન દ્વારા રાજકોટમાં પત્રકારો સાથે થયેલ ગેરવર્તનના જવાબદારો પર કડક...

મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા રાજકોટમાં પત્રકારો સાથે થયેલ ગેરવર્તનના જવાબદારો પર કડક પગલાં લેવા મુખ્યમંત્રીને આવેદન અપાયું.

દુનિયાના કોઈ પણ ખૂણે યુદ્ધ ,તોફાનો, કુદરતી આફતો જેવી વિશમ પરિસ્થિતી સમયે પત્રકારો દ્વારા લોકોને સ્થિતિ થી વાકેફ કરવા તથા અનેક સામાન્ય લોકોને મદદ મળી રહે તે માટે દિવસ રાત જોયા વગર અનેક કાર્યક્રમો સહિતના કવરેજ કરવામાં આવતું હોય છે.

- Advertisement -
- Advertisement -

જ્યારે રાજકોટમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા હીરાસર એરપોર્ટની ન કામગીરી નું નિરીક્ષણ કરવા આવ્યા હોય ત્યારે રાજકોટના માહિતી ખાતા દ્વારા પત્રકારોને ત્યાં કવરેજ કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જ્યારે પત્રકારો ત્યાં કવરેજ કરી રહયા હતા તે દરમિયાન ઝોન ૧ ડીસીપી પ્રવીનરામ મીણા દ્વારા પત્રકારો ને કવરેજ કરતા રોકીને અનેક મીડિયા કર્મીઓની પોલીસ દ્વારા અકટાયત કરવામાં આવી હતી જે બનાવ સંપૂર્ણ રીતે દેશની ચોથી ધરોહરના અધિકારો પર સીધી તરાપ સમાન હતો અને આ ઘટનામાં રાજકોટના વહીવટીતંત્ર અને પોલીસતંત્ર વચ્ચે સંકલનનો અભાવ પોલીસ અધિકારી દ્વારા રોષમાં પરિણમ્યો હતો જેથી પત્રકારો સાથે ગેરવર્તન થયું હતું.

જે બનાવ મામલે આજે મોરબી પત્રકાર એસોસિયેશન દ્વારા મોરબી જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અને મોરબી પોલીસ અધિક્ષક મારફતે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ પત્રકારો ઉપર અગાઉ ગુજરાતમાં હુમલા થયા છે અને ઘણી વખત ગેરવર્તન પણ કરવામાં આવે છે ત્યારે પત્રકારોની સ્વતંત્રતા તેમજ બંધારણીય હક્કો જોખમમાં મુકાય છે આવી જ ઘટના તાજેતરમાં રાજકોટના બામણબોર પાસે નવું એરપોર્ટ બનાવવાની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યાં બની હતી અને મહત્વની વાત તો એ છે કે સરકારની આ કામગીરીના કવરેજ માટે માહિતીખાતા દ્વારા જ પત્રકારોને ત્યાં લઈ જવામાં આવ્યા હતા તેમ છતાં પત્રકારોની સાથે સ્થળ ઉપર જે પોલીસ અધિકારી અને કર્મચારીઓ હતા તેમના દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું છે માટે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક પગલાં લેવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં સરકારી વિભાગના કોઇ પણ અધિકારી કે કર્મચારી દ્વારા પત્રકારો કે જે પોતાની ફરજ અને કામગીરીના ભાગરૂપે સ્થળ ઉપર જતા હોય છે તેમની સાથે આવું ગેરવર્તન ન કરવામાં આવે તેવી નોંધપાત્ર કામગીરી કરવામાં આવે તેવી પત્રકાર એસોસીએશન મોરબી દ્વારા માંગણી કરવામાં આવી છે.

આ તકે મોરબી પત્રકાર એઓસીએશન પ્રમુખ અતુલ જોશી, ઉપપ્રમુખ મિલન નાનક, સુરેશ ગોસ્વામી, રવિ મોટવાણી, ઋષિ મહેતા, ભાસ્કર જોષી, પંકજ સનારીયા, વિપુલ પ્રજાપતિ, રાજેશ અંબાલિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!