હળવદમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં છત ભરાઇના કામ બાબતે બાબતે થયેલ માથાકૂટમાં ઈસમ દ્વારા બે યુવકો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા મામલો હત્યામાં પરિણમ્યો હતો.
મળતી માહિતી અનુસાર, હળવદમાં ફરી ખૂનીખેલ ખેલાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં છત ભરાઇના કામ બાબતે ત્રણ યુવક પર અન્ય નટુ દાઢી નામના ઈસમે હુમલો કર્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા ઇસમે પર છરી અને બોથડ પદાર્થ વડે ત્રણ યુવકો પર જનલેવા હુમલો કર્યો હતો. જે હુમલામાં રવી ખોડાભાઈ પરમાર અને હિરેન સોનગ્રા અને જયદીપ સોનગ્રા ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જય સારવાર દરમિયાન રવી ખોડાભાઇ પરમાર (રહે.ઇસનપુર.હળવદ)નુ મોત નિપજ્યું હતું. જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાતા હળવદ પોલીસે તપાસ શરૂ કરી છે.