મોરબીનાં વાઘપરા વિસ્તારમાં મંદિરમાં તોડફોડ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાતાવરણ બગાડવા માટે કોઈએ મંદિરમાં ઘુસી મંદિર પર પત્થર મારો કરી તોડફોડનો પ્રયાસ કર્યો હતો.જોકે પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીની અટકાયત કરી ને પુછપરછ હાથ ધરી છે.જોકે પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીની અટકાયત કરી ને પુછપરછ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં વાઘપરા વિસ્તારમાં આવેલ મંદિરમાં અસામાજિક તત્વ દ્વારા તોડફોડનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આજે વહેલી સવારે રાધા કૃષ્ણ મંદિરમાં વિધર્મી શખ્સ દ્વારા પથ્થરો વડે મંદિરમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનસ્થળે પહોંચ્યો હતો. અને વિધર્મી ઈસમની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. ત્યારે બનાવને પગલે મંદિરની આસપાસ મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા.તેમજ આ બનાવમાં મંદિરે દર્શને આવેલ એક વ્યક્તિ ને પણ ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેમજ આ ઇસમ આખા વિસ્તારના સળગાવી દેવાની ધમકી આપતો હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.