Tuesday, November 26, 2024
HomeGujaratહળવદ શહેરની અભિવૃદ્ધિમાં વધારો કરતા આકર્ષક પ્રવેશદ્વારનું સ્વ.પુનરવસુભાઈ રાવલની પુણ્ય સ્મૃતિમાં ‌સરાચોકડીએ...

હળવદ શહેરની અભિવૃદ્ધિમાં વધારો કરતા આકર્ષક પ્રવેશદ્વારનું સ્વ.પુનરવસુભાઈ રાવલની પુણ્ય સ્મૃતિમાં ‌સરાચોકડીએ ભુમિપુજન કરાયું

હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ, સહિત રાજકીય આગેવાનો સહિતના હોદેદારો,અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

- Advertisement -
- Advertisement -

હળવદના હાર્દ સમાન સરા ચોકડી ખાતે ગૌરવ પથ પર હળવદની શોભામાં અભિવૃદ્ધિ થાય તેવા શુભ આશયથી સ્વ.પુનર્વસુભાઈ એચ રાવલની પુણ્ય સ્મૃતિમાં તેમના પુત્રો મનીષભાઈ અને કેદારભાઈ રાવલ દ્વારા હળવદના સર્વનગરજનોના શુભ આશીર્વાદથી ભવ્યતિભવ્ય નવ નિર્મિત આકર્ષણ પ્રવેશદ્વારનું ભુમિ પુજન કરવામાં આવ્યું હતું,જે અંદાજિત ૧૫ લાખથી વધુ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

જેનું ભૂમિ પૂજન તેમના પુત્ર મનીષભાઈ રાવલ અને કેદારભાઈ રાવલ હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હળવદ સ્વામિનારાયણ મંદિર મહંત ભકિતનંદન સ્વામી, લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસજી મહારાજ, હળવદ નાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, અગ્રણી ઉદ્યોગપતિ જશુભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ,વેપારીના મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલ, મોરબી જિલ્લા ડીજીપી વિજયભાઈ જાની, અગ્રણી બિલ્ડર દીપકભાઈ જોશી,દાદભાઈ ડાંગર,ડો અનીલભાઈ પટેલ, રમેશભાઈ ભગત, ધનશ્યામભાઈ દવે,તેમજ હળવદ ચીફ ઓફિસર તુષાર ઝાલોરીયા,હળવદ પીઆઇ આર ટી વ્યાસ, મામલતદાર સહિતના અધિકારીઓ,રાજકીય આગેવાનો, શહેરીજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!