વાંકાનેરના નાગાબાવાજીનાં મંદિર પાસે આવેલ મેદાનમાં દર વર્ષે ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આગામી તા.રપ થી તા.૨૯ ઓગસ્ટ દરમિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આવતીકાલે બપોરે હરરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વેપારીઓ અને સ્ટોલ અથવા રાઈડ કરવા ઇચ્છતા લોકોને જોડાવવા નગરપાલિકા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રાવણ માસ નિમિતે શ્રી નાગાબાવાજીનાં મંદિર સામે આવેલ મેદાનમાં શ્રાવણ વદ સાતમ, આઠમ, નોમ, દશમ, અગ્યારસ તા.રપ/૦૮/૨૦૨૪ થી તા.૨૯/૦૮/૨૦૨૪ સુધી ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવનાર છે. સદર મેળાની જાહેર હરરાજી તા.૨૩/૦૮/૨૦૨૪ નાં રોજ બપોરનાં ૧૨:૦૦ કલાકે મેળાનાં મેદાન ખાતે રાખવામાં આવેલ છે. જેમાં અનેસ્ટ મનીની રકમ રૂા.૫,૦૦૦/- ભરપાઈ કર્યા બાદ હરરાજીમાં બેસવા દેવામાં આવશે. જે રકમ પરત મળવાપાત્ર થશે નહી. હરરાજી અંગે અપસેટ પ્રાઈઝ નગરપાલિકા દ્વારા હરરાજી સમયે નકકી કરવામાં આવશે. તે મુજબ બોલી બોલવાની રહેશે. આ મેળામાં માત્ર ને માત્ર ખાણી-પીણી સ્ટોલ, રમકડાના સ્ટોલ તેમજ નાના બાળકો માટે મનોરંજનનાં સાધનો માટે જ પ્લોટની હરરાજી કરવાની થતી હોય જેથી લાગતા વળગતા આસામી/પાર્ટી શરતોને આધિન રહી આ જાહેર હરરાજીમા ભાગ લેવા વાંકાનેર નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હરરાજીમાં સ્થાનીક વેપારીઓને પહેલા પ્રાયોરિટી આપવામાં આવશે.