બ્રહ્મ સમાજના વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા અને વિધાર્થીઓની પ્રતિભા ખીલવવાના ઉમદા ભાવથી મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ધામ મોરબી ખાતે સરસ્વતી પારિતોષિક કાર્યક્રમનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.3/8/2025ને રવિવારના રોજ આ કાર્યક્રમ યોજાશે.
સમસ્ત બ્રહ્મ સમાજ મોરબીના પ્રમુખ આર.કે. ભટ્ટ તથા મહામંત્રી નીરજભાઈ ભટ્ટ, જયેશભાઈ દવે તથા પ્રોજેક્ટ ચેરમેન ડો. રવિન્દ્ર ભટ્ટ દ્વારા મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા માટે આગામી તા.3/8/2025 અને રવિવારના રોજ સાંજે ચાર કલાકે પારિતોષિક કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા, પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યા, પૂર્વ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, ડો.બીકે લહેરુ, એડવોકેટ જગદીશ ઓઝા પરશુરામ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ એન. એન. ભટ્ટ, બ્રહ્મ અગ્રણી પ્રશાંતભાઈ મહેતા તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.