પાનમાવાની પિચકારી મારી જાહેર શૌચાલયો ને રંગીન બનાવી દેનાર લોકોને પણ પોતાની આદત સુધારવા મોરબી મીરર ની ટકોર
જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે ત્યારથી સમગ્ર ભારતમાં સ્વચ્છતાને લઈને ખાસો ભાર મુકાઈ રહ્યો છે તમામ નેતાઓ અને અધિકારીઓ પણ સ્વચ્છતા બાબતે લોકોને જાગૃત કરવા પ્રયત્નો કરે છે અને આવા કાર્યક્રમો માં ખાસો ખર્ચ પણ થતો હોય છે ત્યારે માત્ર ઉપર ફોટા મોકલવા માટે એકાદ દિવસ કાર્યક્રમ કરી ને પછી બધું રામ ભરોસે મૂકી દેવાની નીતિ કામ કરી રહી છે પરંતુ મોરબીના જાગૃત નાગરિક એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર કરેલ ફરિયાદ ને કારણે કલાકોના સમયમાં એસટી નિગમ ને કાર્યવાહી કરવી પડી છે અને પુરાવા રૂપે એસટી નિગમ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે પરંતુ આ સાથે જ મોરબી એસટી ડેપો ઘોર નિંદ્રામાં હોવાનું પણ પુરવાર થયું છે.
મોરબીના જાગૃત નાગરિક ડાયાભાઈ વ્યાસ નામના વ્યકિત એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વીટર) પર આજે મોરબીના જૂના બસ સ્ટેન્ડ ના ફોટો સાથે ગંદકીની ફરિયાદ કરી હતી જેની ગંભીર નોંધ લઇને ગુજરાત એસટી નિગમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવી પડી હતી અને આ સાફ સફાઈ થયેલા ફોટો સાથે જાગૃત નાગરિકને સોશિયલ મીડિયા પર જાણ પણ કરવામાં આવી હતી.
જો નાગરિકો દરેક કામ કરશે તો મોરબીના એસટી ડેપો તંત્ર શું કરી રહ્યું છે? તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.મોરબી એસટી ડેપો તંત્રને માત્ર બસ સ્ટેન્ડ નું ધ્યાન રાખવાનું છે પરંતુ એ કામ પણ તેઓથી થઈ નથી રહ્યું ત્યારે જ આવી સ્થિતિ ઊભી થતી હોય છે. હવે તો લોકોને “જાહેર શૌચાલય” સાફ કરાવવા માટે પણ મુખ્યમંત્રીને ફરિયાદ કરવી પડી રહી છે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે જે મોરબી એસટી ડેપો તંત્ર માટે અત્યંત શરમજનક બાબત કહેવાય.