મોરબી શહેરમાં વર્ષોથી ટ્રાફિક જામની સમસ્યા છે. જો કે પાલિકા તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવાના બદલે માત્ર કામચલાઉ કામગીરી કરવામાં આવતા શહેરમાં હાલ ટ્રાફિક જામની સમસ્યા ચેપી રોગની જેમ સમગ્ર શહેરમાં પ્રસરી ચૂકી છે. જેને લઈ આજ રોજ મોરબીના એક જાગૃત નાગરિક નીલેશ પી. આહીર દ્વારા જિલ્લા અધિક્ષકને પત્ર લખી મોરબીની વાવડી ચોકડી ખાતે થતી ટ્રાફિકની સમસ્યાનો ત્વરિત નિવારણ લાવવા માંગ કરવામાં આવી છે.
મોરબીનાં નાની વાવડી ગામ ખાતે રહેતા જાગૃત યુવક નીલેશ પી. આહીર દ્વારા મોરબી જિલ્લા અધિક્ષકને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે, વાવડી ગામથી મોરબી આવવા માટે વચ્ચે આવતી વાવડી ચોકડી ખાતે સવાર અને સાંજના સમયે બવ મોટો ટ્રાફિકજામ રહે છે. તેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આ ટ્રાફિકના કારણે ઘણી વખત એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ આ ટ્રાફિકમાં ફસાઈ જાય તો આ એક ગંભીર બાબત કહેવાઈ આને કારણે લોકોનો જીવ પણ જઇ શકે છે, આ બાબતે ટૂંકમાં દર્શાવતા યુવક દ્વારા વિનંતી કરવામાં આવી છે કે જેવી રીતે રવાપર ચોકડી, રાજપર-સનાળા ચોકડી ઉપર ઊભી કરેલી પોલીસ જવાન માટે ઠંડી તડકો કે વરસાદથી રક્ષણ મળી રહે તેવી એક સ્થાયી મિનિ પોલિસ છાવણી વાવડી ચોકડી એ પણ બનાવી 24 કલાક પોલિસ તૈનાત કરવાની સાથે ટીઆરબી જવાન રાખી વાવડી ચોકડીએ થતો ટ્રાફિકનો પ્રશ્ન હલ થશે શકે છે. તેમ મોરબીનાં નાની વાવડી ગામ ખાતે રહેતા જાગૃત યુવક નીલેશ પી. આહીર દ્વારા મોરબી જિલ્લા અધિક્ષકને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.