Monday, December 23, 2024
HomeGujaratમોરબીનાં મચ્છુ ૩ ડેમનો અગાઉથી ખુલ્લો એક દરવાજો વધારીને બે ફૂટ ખોલવામાં...

મોરબીનાં મચ્છુ ૩ ડેમનો અગાઉથી ખુલ્લો એક દરવાજો વધારીને બે ફૂટ ખોલવામાં આવ્યો

રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘમહેર ચાલી રહી છે. હજુ આગામી બે દિવસ પણ રાજ્યના અનેક પંથકમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને લઈ આજે મોરબીનાં મચ્છુ 3 ડેમનો અગાઉથી ખુલ્લો દરવાજામાં વધારો કરીને બે ફૂટ ખોલવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેલા અને ડેમ 90%થી વધુ ભરાઈ ગયેલ હોવાથી મોરબીનાં મચ્છુ 3 ડેમનો અગાઉથી ખુલ્લો એક દરવાજો વધારીને બે ફૂટ ખોલવામાં આવ્યો છે. જેને લઈ હેઠવાસમાં આવતા મોરબી માળીયા તાલુકાના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ગોર ખીજડીયા, વનાડીયા, સાર્દુલકા,માનસર,રવાપર(નદી), અમરનગર , નાર્ણકા, ગુંગણ, નાગડાવાસ,બહાદુરગઢ સોખડા, દેરાળા, મહેન્દ્ર ગઢ,મેઘપર,નવાગામ, રાસંગપર, વીર વિદરકા, ફતેપર,માળીયા, હરીપર ગામનાં લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!