મોરબીના નવલખી રોડ પર સગીર સહિત ડબલ સવારી મોટર સાઈકલને ઇકો કારના ચાલકે હડફેટે લેતા સગીરનું મૃત્યુ નીપજ્યું હોય અને કાર ચાલક કાર મૂકી નાશી છૂટ્યો,
મળતી માહિતી અનુસાર મોરબીના હજનાળી ગામે રહેતા રાજેશભાઈ ભીખાભાઈ રુદાતલા (ઉ.૪૦) એ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ઇકો કાર જીજે ૦૩ કેસી ૪૦૫૫ ના ચાલકે પોતાની કાર પુર ઝડપે ચલાવીને નવલખી રોડ બરવાળા રેલ્વે સ્ટેશન નજીક ફરિયાદી રાજેશભાઈના દીકરા વેરશી (ઉ.૧૮) તથા સાહેદ એમ બંને મોટર સાઈકલ જીજે ૧૦ સીબી ૦૯૩૮ લઈને જતા હોય તેમને સાથે પાછળથી ભટકાડી રોડમાં પાડી દઈ બંનેને પગમાં ફેકચર જેવી તથા માથામાં હેમરેજ તથા શરીરે ઈજા કરી સારવાર દરમિયાન ફરિયાદી રાજેશભાઈના દીકરા વેરશીનું મૃત્યુ નીપજ્યું હોય અને કાર ચાલક અકસ્માત કરી કાર મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.