હુમલો કરી ત્રણેય શખ્સો સ્થળ ઉપરથી નાસી ગયા.
વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે આવેલ ભારત પેટ્રોલ પંપ નજીક ઇકો કાર ચાલકને અગાઉ થયેલી પેસેંજર ભરવા બાબતની માથાકૂટનો ખાર રાખી નંબર પ્લેટ વગરની ઇકો કારમાં આવેલ ત્રણ શખ્સો દ્વારા લાકડી તથા છરી વડે હુમલો કરી બેફામ માર માર્યો હતો. જે હુમલામાં ઈજાગ્રસ્ત ઇકો કાર ચાલક યુવકને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ સારવારમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરાયો હતો. ત્યારે ઈજાગ્રસ્ત યુવક દ્વારા ત્રણેય હુમલાખોર સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપીઓ સને ગુનો દાખલ કરી ત્રણેયની અટકાયત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેરના જીનપરા શેરી નં.૧૩ રહેતા ફેજલભાઇ હુશેનભાઇ પીપરવાડીયા ઉવ.૨૭ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી બાબુભાઇ સરૈયા તેમજ તેની સાથેના બે અજાણ્યા ઈસમો સહીત ત્રણ સામે ફરિયાદ નોંધાવી કે ગત તા. ૦૬/૦૬ ના રોજ ફેઝલભાઈ પોતાની ઇકો કાર લઈને વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે આવેલ ભારત પેટ્રોલ પંપ નજીક ઉભા હોય ત્યારે આરોપી બાબુભાઇ સરૈયા કે જેની સાથે અગાઉ ફેઝલભાઈને ઇકો ગાડીમાં પેસેંજર ભરવા બાબતે ઝઘડો થયો હોય તેનો ખાર રાખી પોતાની સાથે અન્ય અજાણ્યા બે ઈસમોને નંબર પ્લેટ વગરની ઇકો કારમાં સાથે લાવી ફેઝલભાઈ ઉપર લાકડી તથા છરી વડે હુમલો કરી લાકડી વડે આડેધડ શરીર ઉપર તથા હાથ પગ ઉપર ઘા મારવા લાગ્યા હતા. ત્યારે ફેઝલભાઈ દ્વારા દિકરી કરતા આજુબાજુમાંથી લોકો એકઠા થઇ જતા ત્રણેય આરોપીઓ નંબર પ્લેટ વગરની ઇકો કારમાં સ્થળ ઉપરથી નાસી ગયા હતા. બના બાદ ફેઝલભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ બાદ રાજકોટ રીફર કર્યા હોય જ્યાં હાથ અને પગમાં ફ્રેકચર જેવી ઈજાઓની સારવાર લીધેલ હોય. બનાવ બાબતે ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.