Tuesday, November 26, 2024
HomeGujaratટંકારાના ઓટાળા ગામે ટ્રેક્ટર હડફેટે આઠ વર્ષીય બાળક ઈજાગ્રસ્ત

ટંકારાના ઓટાળા ગામે ટ્રેક્ટર હડફેટે આઠ વર્ષીય બાળક ઈજાગ્રસ્ત

ટંકારા તાલુકાના ઓટાળા ગામથી જોધપર(ઝાલા) જવાના રસ્તે આજથી અઢી માસ અગાઉ ટ્રેક્ટર ચાલકે ખેતશ્રમિક પરિવારના ૮ વર્ષના માસુમને હડફેટે લેતા માસુમ બાળકને બંને પગના પંજા ઉપર ગંભીર ઇજા તથા પગથી ઉપરના ભાગે ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચી હતી જે બાબતે વળતરરૂપી સમાધાનની વાત ચાલતી હોય જેમાં ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તને વળતર આપવાની મનાઈ કરતા અંતે ખેતશ્રમિક પરિવાર દ્વારા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ ટંકારા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મૂળ દાહોદ જીલ્લાના પાવ ઉચાવાસના વતની હાલ ઓટાળા ગામની સીમમાં લક્ષ્મણભાઇ સીણોદીયાની વાડીયે ખેત મજૂરી કરી રહેતા પર્વતભાઇ સુનિયાભાઇ સંગોડ ઉવ.૩૦ એ આરોપી ટ્રેક્ટર ચાલક હરેશભાઇ સિવાભાઇ દેસાઇ રહે.ઓટાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈ તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ઓટાળા થી જોધપર(ઝાલા) ગામ જવાના રસ્તે આરોપી હરેશભાઇ દેસાઈ પોતાના હવાલાવાળુ ટ્રેકટર ફુલ સ્પીડે ગફલતભરી રીતે બીજાની જીદગીં જોખમાય તે રીતે ચલાવી ફરિયાદીના દીકરા સાહીલ ઉવ.૮ વર્ષને હડફેટે લઇ બંને પગે પંજાના ભાગે ગંભીર ઇજાઓ તથા જમણા પગે ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડી હતી, ત્યારે પ્રથમ અકસ્માતમાં ઇજાગ્રસ્તને વળતર આપવા બાબતે વાત થઇ હોય બાદમાં વળતર આપવાની આરોપી ટ્રેક્ટર ચાલક હરેશભાઇ દ્વારા મનાઈ કરતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!