Saturday, January 11, 2025
HomeGujaratમોરબીના સરદાર બાગ સામે બોલેરોની ટક્કરે બાઈક ચાલક વૃદ્ધ ઘાયલ

મોરબીના સરદાર બાગ સામે બોલેરોની ટક્કરે બાઈક ચાલક વૃદ્ધ ઘાયલ

મળતી માહિતી અનુસાર મોરબીના વાઘપરા શેરી નં.૦૨ સત્યનારાયણ એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૧માં રહેતા શાકભાજીના ધંધાર્થી સુભાષભાઇ નાગજીભાઇ કોટક ઉવ.૬૩ ગત તા.૧૩/૦૨ ના રોજ પોતાનુ બાઈક રજી.નં. જીજે-૦૩-ઇબી-૧૧૨૧ લઈને મોરબી છાત્રાલયરોડ પાસે ભરાતી શાકમાર્કેટે શાકભાજીની ખરીદી કરવા માટે જતા હોય ત્યારે સરદાર બાગ સામેની કટ ઉપરથી છાત્રાલય રોડ તરફ જતો રસ્તો ક્રોસ કરતી વખતે મોરબી ઉમીયા સર્કલ તરફથી બોલેરો પીકઅપ ગાડી રજી નં. જીજે-૧૨-બીવાય-૨૦૭૭ ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી પોતાના હવાલાવાળી ગાડી ચલાવી સુભાષભાઈના બાઈક સાથે સાઇડમા અથડાવી પછાડી દેતા તેઓને પગની આંગળીમા ફ્રેકચર તેમજ પગમા નળાના ભાગે ગંભીર ઇજા કરી તથા માથામા માઇનર હેમરેજ જેવી ઇજા પહોંચાડી હતી. જે અકસ્માતના બનાવ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!