મોરબી જીલ્લામાં વધુ એક હાર્ટ એટેકની ઘટનામાં ૬૮ વર્ષીય વૃદ્ધનુ મોત નિપજ્યાંમો બનાવ બનવા પામ્યો છે. જેમાં વાંકાનેર જાલીડા ગામ નજીક આવેલ પેકેજીંગ કારખાનામાં મજૂરી કામ કરતા મૂળ બિહાર રાજ્યના વૃદ્ધ અચાનક રૂમમાં બેભાન થઇ ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા ડોકટરે જોઈ તપાસી હાર્ટ એટેક આવવાથી મોત થયાનું જાહેર કર્યું હતું.
સમગ્ર બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ બિહાર રાજ્યના જાંરગ ગામના વતની હાલ વાંકાનેરના જાલીડા ગામ નજીક આવેલ દેવ પેકેજીંગમાં મજૂરી કામ કરી પેકેજીંગના લેબર ક્વાર્ટરમાં રહેતા વાસુદેવભાઈ શીવધરભાઈ રામ ઉવ.૬૮ ગઈકાલ તા.૧૧/૦૩ના રોજ વહેલી સવારના આશરે ૦૯/૪૫ વાગ્યા પહેલાં કોઈ પણ વખતે પોતાના રૂમમા કોઈ કારણોસર બેભાન થઈ જતા તેઓને સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે વાસુદેવભાઈને જોઈ તપાસી હાર્ટ એટેક આવવાના કારણે મરણ ગયા હોવાનું જાહેર કર્યા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગેની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.