મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા ૭૫ વર્ષીય ખેડૂત બાવજીભાઈ મનજીભાઈ પરમારે માનસિક-ટેન્શનને કારણે ગઈકાલ તા.૨૩/૦૩ ના રોજ પંચાસર ગામથી રાજપર જવાના કાચા રસ્તે આવેલ મૃતકના ખેતરના શેઢે લીમડાના ઝાડ સાથે પોતાની જાતે પોતાનું ફાળીયું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વૃદ્ધ ખેડૂતનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આપઘાતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરુ કરી છે.