Wednesday, April 2, 2025
HomeGujaratહળવદના સુખપર ગામે પ્રૌઢ ખેડૂત ઉપર લોખંડની પટ્ટીથી હુમલો.

હળવદના સુખપર ગામે પ્રૌઢ ખેડૂત ઉપર લોખંડની પટ્ટીથી હુમલો.

હળવદના સુખપર ગામે પ્રૌઢ ખેડૂત ઉપર પાડોશી ખેડૂત દ્વારા ઢીકા પાટુનો માર મારી લોખંડની પટ્ટીથી હુમલો કરવામાં આવતા, પ્રૌઢ ખેડૂતને હથેળીમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, હાલ ભોગ બનનાર દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, હળવદના સુખપરમાં જુના ગામમાં રહેતા દિલીપભાઇ બાવલભાઇ પરમાર ઉવ.૫૪ એ હળવદ પોલીસ મથકમાં આરોપી ભુપતભાઇ મનુભાઇ ચૌહાણ રહે.સુખપર તા.હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદિ દિલીપભાઈએ આરોપીની બાજુમા ખેતર લીધેલ હોય જે આરોપીને સારૂ લાગેલ ના હોય જેથી અવાર નવાર જેમતેમ બોલતા હોય અને આ બાબતનો ખાર રાખી, ગઈકાલ તા.૨૯/૦૩ના રોજ આરોપીએ દિલીપભાઈને ઢીકાપાટુનો માર મારી લોખંડની ધારવાળી પટીથી મારવા જતા દિલીપભાઈએ પટી પકડતા તેઓને બન્ને હાથના આંગળામા ટાંકાઓ આવે તેવી ઇજાઓ કરી તથા શરીરે મૂંઢ ઇજા કરી હતી, હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!