હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના વિવાદમાં ખેડૂત અને તેમના પરિવાર ઉપર ૧૯ જેટલા વ્યક્તિઓએ જાતિ પ્રત્યે અપમાનિત કરી ગેરકાયદેસરની મંડળી બનાવી હુમલો કર્યો હતો. લોખંડના પાઈપ, લાકડાના ધોકા તથા ઢીકા-પાટુ વડે હુમલામાં વૃદ્ધ સહિત ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારે સમગ્ર બનાવ મામલે ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવતા, હળવદ પોલીસે ૧૯ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામના રહેવાસી સનાભાઇ કાનાભાઇ મકવાણા ઉવ.૬૧ એ હળવદ પોલીસ મથકમાં આરોપીઓ :(૧)પરેશભાઇ મણીભાઇ સારોલા,(૨)નવઘણભાઇ મણીભાઇ સારોલાના બે દિકરાઓ જેના નામ આવડતા નથી તે, (૩)ઝીણાભાઇ વરસીંગભાઇ સારોલા, (૪)સંજયભાઇ ઝીણાભાઇ સારોલા, (૫)પ્રકાશભાઇ ઝીણાભાઇ સારોલા, (૬)રમેશભાઇ વરસીંગભાઇ સારોલા, (૭)દેવાભાઇ રમેશભાઇ સારોલા, (૮)ગગજીભાઇ રમેશભાઇ સારોલા, (૯)કિશોરભાઇ ગેલાભાઇ સારોલા, (૧૦)દિનેશભાઇ ગેલાભાઇ સારોલા, (૧૧)મગનભાઇ દિનેશભાઇ સારોલા, (૧૨)આશીષભાઇ દિનેશભાઇ સારોલા, (૧૩)જયંતીભાઇ જગાભાઇ ઉઘરેજા, (૧૪)ગોવિંદભાઇ જગાભાઇ ઉઘરેજા, (૧૫)કરણભાઇ ગોવિંદભાઇ ઉઘરેજા, (૧૬)કાન્તીબેન જગાભાઇ ઉઘરેજા, (૧૭)લીલાબેન મણીલાલ સારોલા, (૧૮)લાભુભાઇ વરસીંગભાઇ સારોલા, (૧૯)અશોકભાઇ લાભુભાઇ સારોલા રહે-બધા જુના ઇશનપુર ગામ તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ છે.
ફરિયાદ મુજબ ફરિયાદી સનાભાઈ ગત તા.૦૬/૦૭ ના રોજ ફરીયાદી પોતાનુ મોટરસાયકલ લઇને સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામા જુના ઇશનપુર ગામ પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ગ્રામ પંચાયત ચુંટણીમા ફરીયાદી તથા તેમના સમાજના વ્યકિતઓ સરપંચ તથા સભ્યોના ઉમેદવાર તરીકે ઉભા રહેતા હોય જે તે આરોપીઓને ગમતુ ન હોય જેથી આરોપીઓએ કાયદા વિરૂધ્ધની ગેરકાયદેસારની મંડળી રચી, સાહેદ ભદ્રેશભાઇ ગોરાભાઇ મકવાણાને જેમ ફાવે તેમ ગાળો આપી, જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી અપમાનીત શબ્દો બોલી, હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોય, જેથી ફરીયાદી સનાભાઈ તથા સાહેદ તેઓને બચાવવા વચ્ચે પડતા, ફરિયાદી સનાભાઈને આરોપી કિશોરભાઇ ગેલાભાઇ સારોલાએ માથામા લોખંડના પાઇપનો એક ઘા મારી ગંભીર ઇજા કરી તથા ફરીયાદીના દિકરા બિપીનભાઇને આરોપી પરેશભાઇ મણીભાઇ સારોલાએ લાકડાના ધોકાથી માથામા ઇજા કરી તથા મારામારીમા આરોપીઓએ ફરીયાદીના કાકા ગણેશભાઇને ડાબા હાથમા ઇજા કરી તથા સાહેદ ભદ્રેશને ઢીકાપાટુનો મુંઢ માર મારી ઇજાઓ કરી હતી. આ ઉપરાંત આરોપી રમેશભાઇ વરસીંગભાઇ સારોલાએ સાહેદ બીપીનભાઇનો મોબાઇલ ફોન તોડી નુકશાન કર્યું હોય જેથી આ મારમારીમાં ફરિયાદી સહિત ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી, હાલ હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓની અટક કરવા તજવીજ હાથ ધરી છે.