૨૭ દિવસ પહેલા બનેલ અકસ્માતના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબીમાં માર્ગ અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ ૭૦ વર્ષીય વૃદ્ધ મહિલા દ્વારા બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબીના દલવાડી સર્કલ નજીક દેવવિલા સોસાયટીમાં રહેતા જયાબેન વશરામભાઈ નકુમ ઉવ.૭૦ ગત તા.૧૨/૧૨ના રોજ નવલખી ફાટક તરફથી વાવડી ચોકડી તરફ જતો રસ્તો ક્રોસ કરી રહ્યા હોય તે દરમિયાન નવલખી ફાટક સાઈડથી પુરપાટ ઝડપે ચલાવીને આવતા મોટરસાયકલ રજી.નં. જીજે-૧૨-ડીડી-૭૬૫૮ નો ચાલક કલ્પેશભાઈ આહિરે પોતાનું મોટર સાયકલ જયાબેન સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો, જેમાં જયાબેન રોડ ઉપર પડી જતા પરિવારજનો દ્વારા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, જ્યાં જયાબેનને પગમાં અને કમરના ભાગે ફ્રેકચર અંગેની સારવાર લીધી હતી, ત્યારે સમગ્ર બનાવ અંગે મોટર સાયકલ ચાલક સાથે સમાધાનની વાતચીત ચાલુ હોય પરંતુ સારવાર ચાલુ હોય જેથી સમાધાન થયેલ ન હોય તે દરમિયાન ઇજાગ્રસ્ત જયાબેન દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.