મોરબી શહેરના મહેન્દ્રપરા શેરી.નં.૧૨ માં રહેતા ૬૪ વર્ષીય વૃદ્ધનું નશાની હાલતમાં માધાપર વિસ્તારમાં શેરીનં.૧૨ના નાકા પાસે પડી જતાં ગંભીર ઇજા થઈ હતી. માથાના ભાગે ઇજા થતા તેમનું સ્થળ પરજ મૃત્યુ નીપજ્યું હતું. એ ડિવિઝન પોલીસ દ્વારા મૃત્યુના બનાવ અંગે કલમ ૧૯૪ મુજબ નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરના સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગત મુજબ કિશોરભાઇ ધનજીભાઇ અદગામા ઉવ. ૬૪ તેઓ મહેન્દ્રપરા શેરી નં-૧૨ માં રહેતા હતા. તેઓને લાંબા સમયથી ડાયાબીટીસની તકલીફ હતી. ત્યારે ગઈકાલ તા. ૦૯/૦૫/૨૦૨૫ ના રોજ વહેલી સવારે દારૂના નશામાં તેઓ તેમના ઘરથી થોડે દૂર માધાપર શેરી નં.૧૨ ની શેરીના નાકા પાસે પડી ગયા હતા. આ સમયે માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતાં લોહી નિકળી ગયું અને તેમનું ઘટના સ્થળ પરજ મૃત્યુ થયું હતું.