મોરબીમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબી કંડલા નેશનલ હાઈવે પર ફર્ન હોટલ સામે પુરપાટ ઝડપે જતા ટ્રકે રસ્તો ક્રોશ કરતા વૃધ્ધને હડફેટે લેતા વૃધ્ધનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મધ્યપ્રદેશના થાના જિલ્લામાં રહેતા મૂળ રાજસ્થાનનાં વસીમભાઈ રફીકભાઈ મોહમ્મ્દ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગઈકાલે તા.૧૩/૦૮/૨૦૨૫ ના સવારના સમયે તેમના પિતા રફીકભાઈ મોહમ્મ્દ મોરબી કંડલા નેશનલ હાઈવે પર ફર્ન હોટલ સામે નેશનલ હાઈવે ઉપરથી ચાલીને પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેઓને રસ્તો ક્રોશ કરતી વેળાએ GJ-12-BZ-3821 નંબરનાં ટાટા ટ્રક ટ્રઈલરના ચાલકે પુરપાટ ઝડપે પોતાનું વાહન ચલાવી તેમને હડફેટે લેતા રફીકભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જયારે આરોપી અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારે સમગ્ર અમ્મલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે