હળવદ પંથકના સુંદરગઢ નજીકથી રફળેશ્વરના વૃદ્ધ દુલાભાઈ બેચરભાઈ રાઠોડ ( ઉ. વ. ૭૧) પોતાનુ બાઈકનં. જી. જે. ૦૩ ડી. એચ. ૮૧૮૫નલઈ પસાર થઇ રહ્યા હતા તે વેળાએ પુર ઝડપે આવતા ડમ્પર નં. જી. જે. ૦૩ એ. ટી. ૧૬૭૪ના ચાલકે બાઈકને ટકકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વૃધ્ધ દુલાભાઈને જમણા ખભે તથા જમણા હાથની કોણી તથા પગમાં ઈજા પહોંચાડી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ ડમ્પર ચાલકને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.