મોરબીના બેલા ગામ નજીક ખોખરા હનુમાન મંદિર રોડ ઉપર બાઈક સ્લીપ થતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આધેડનું મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અ.મોતના બનાવ અંગે મળતી વિગતો મુજબ, મોરબીના પીપળી ગામે વૃદાવન સોસાયટીમાં રહેતા ૪૮ વર્ષીય રાજેશભાઈ છગનભાઈ શેરસીયા ગત તા.૦૭/૧૨ ના રોજ તેમનું બાઇક લઈને જતા હોય તે દરમિયાન બેલા ગામ નજીક ખોખરા હનુમાનજી રોડ નજીક બાઈક સ્લીપ થતા તેઓને સારવાર માટે પ્રથમ ક્રિષ્ના હોસ્પિટલ મોરબી બાદ વધુ સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં રીફર કરતા જ્યાં સારવાર દરમિયાન રાજેશભાઈનું મોત થયું હોવાનું સામે આવ્યું છે









