વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ જવાને રસ્તે રોડની સાઈડમાં ઉભેલ વૃદ્ધને ટ્રકે હડફેટે લેતા વૃદ્ધને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ચાલુ સારવારમાં દરમિયાન વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા મુસ્તાકભાઈ અબુજીભાઈ કડીવાર ઉવ.૩૪ એ ટ્રક રજી.ન. જીજે-૧૦-ટિવય-૮૭૭૭ ના ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૮/૧૧ના રોજ સવારના અરસામાં મુસ્તાકભાઈના પિતાજી અબુજીભાઈ વાલાસણ ગામની સીમ ઇન્ડીયન કોટન મીલ પાસે વાલાસણ ગામ તરફ જતા રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે ઉપરોક્ત રજી. નંબરના ટ્રકના ચાલકે પોતાનો ટ્રક બેફીકરાઇ અને ગફલતભરી રીતે ચલાવી રોડ સાઇડમા ઉભેલ અબુજીભાઈને કોઇપણ રીતે ઠોકર મારતા તેઓ રોડ ઉપર પટકાતા તેમને શરીરે છોલાણ તેમજ ગંભીર ઇજાઓ થતા અબુજીભાઇનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ત્યારે અકસ્માત સર્જી સ્થળ ઉપરથી પોતાનું ટ્રક લઈને નાસી જનાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પજળી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.