હળવદ તાલુકાના રાયધ્રાના મૈયાભાઇ ઉર્ફે પટેલ ગાંડુભાઈ પરસાડીયા વાળા પોતાના કબજા ભોગવટા વાળા રાયધ્રા ગામે ઝાંપા પાસે ગાત્રાળ માતાજીના મઢથી દક્ષિણે આવેલ વાદળી કલરની નાની ડેલીવાળા મકાનમાં ગેર કાયદેસર રીતે માદક પદાર્થ પોસ ડોડાનો જથ્થો પોતાના કબજામાં રાખી તેના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે તેવી બાતમીના આધારે મોરબી એસ. ઓ.જી.દ્વારા રેઇડ પાડી એક ઇસમને ૩૩,૯૮૪ ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવી છે…
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ રાજકોટ વિભાગ, તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લાએ સુચના આપી હતી કે, ગેર કાયદેસર નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે અંતર્ગત એમ.પી.પંડયા, પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.મોરબીએ સુચના કરતા એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હતો. તે દરમ્યાન એ.એસ.આઇ. મુકેશભાઈ વાલજીભાઇ જોગરાજીયાને બાતમી મળી કે, મૈયાભાઇ ઉર્ફે પટેલ ગાંડુભાઈ પરસાડીયા રહે.રાયધા તા.હળવદ વાળો પોતાના કબજા ભોગવટા વાળા રાયધ્રા ગામે ઝાંપા પાસે ગાત્રાળ માતાજીના મઢથી દક્ષિણે આવેલ વાદળી કલરની નાની ડેલીવાળા મકાનમાં ગેર કાયદેસર રીતે માદક પદાર્થ પોસ ડોડાનો જથ્થો પોતાના કબજામાં રાખી તેના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે. તેવી બાતમીના આધારે તે જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા મૈયાભાઈ ઉર્ફે પટેલ ગાંડાભાઈ પરસાડીયાને વનસ્પતી જન્ય માદક પદાર્થ, પોશડોડાનો જથ્થો ૧૧ કિલો ૩૨૮ ગ્રામ કિંમત રૂ.૩૩,૯૮૪/-, મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂ.૫૦૦/-, વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશડોડા વેચાણ કરવા માટે રાખેલ ત્રાજવા નંગ-૧ તથા વજનના તોલા નંગ- ૨ સહિત કિંમત રૂ. ૫૦૦/- મળી કુલ રૂપીયા ૩૩,૯૮૪/- નો મુદ્દામાલ કબ્જે કરી એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૧૫ (બી) મુજબની કાર્યવાહી હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
જેમાં એમ.પી.પંડયા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે, આર કેસરીયા, એ.એસ.આઇ. રસીકભાઇ કડીવાર, કિશોરદાન ગંભીરદાન, મુકેશભાઈ જોગરાજીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ ચાણકીયા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઈ છુછીયા, અંકુરભાઈ ચાંચુ તેમજ અશ્વિનભાઈ લાવડીયા સહિતના દ્વારા કામગીરી કરવામાં આવી હતી.