Monday, September 30, 2024
HomeGujaratમોરબીના ઉંચી માંડલ ગામ નજીક ટ્રક હડફેટે મોટર સાયકલ ચાલક વૃદ્ધનું મોત

મોરબીના ઉંચી માંડલ ગામ નજીક ટ્રક હડફેટે મોટર સાયકલ ચાલક વૃદ્ધનું મોત

મોરબીના ઉંચી માંડલ ગામ નજીક મોરબી હળવદ હાઇવે ઉપર રોડની કટ પાસે મોટર સાયકલને પાછળથી ટ્રક ટ્રેઇલરે હડફેટે લેતા મોટર સાયકલ ચાલક એવા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ બાદ ટ્રક ટ્રેઇલર ચાલક પોતાનું વાહન સાઈડમાં પાર્ક કરી સ્થળ ઉપરથી પલાયન થઈ ગયો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા જાદવજીભાઇ માકાસણા નામના વૃદ્ધિ મોટર સાયકલ રજી. જીજે ૦૩ સીકે ૦૫૧૯ લઇને મોરબી હળવદ હાઇવે ઉપર જતા હોય ત્યારે ઉચી માંડલ સીમ સીલોરા કારખાના સામેની કટ પાસે પાછળથી આવતા ટ્રક ટ્રેઇલર રજી.નં. આરજે-૨૭-જીઈ-૧૨૨૨ ના ચાલકે પોતાનો ટ્રક ટ્રેઇલર પૂરપાટ ઝડપે ચલાવી જાદવજીભાઈના મોટર સાયકલને ઠોકરે ચડાવતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા જાદવજીભાઈનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રક ટ્રેઈલરનો ચાલક પોતાનું વાહન મૂકીને ચાલ્યો ગયો હતો, ત્યારે અકસ્માતના બનાવ મામલે મૃતકના દીકરા કમલેશભાઇ જાદવજીભાઇ માકાસણા ઉવ-૩૯ રહે-ચૈતન્ય નગર, ગામ-ચરાડવા તા-હળવદ દ્વારા આરોપી ટ્રક ટ્રેઈલરના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!