વાંકાનેર તાલુકાના મેસરીયા ગામમાં રહેતા ૫૫ વર્ષીય પ્રૌઢ મહિલાને ઝેરી જાનવર કરડી જતા તેમનું રાજકોટના કુવાડવા સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભીખુબેન માવજીભાઈ ભૂસડીયા ઉવ.૫૫ રહે. મેસરીયા ગામ તા.વાંકાનેરવાળા ગઈકાલ તા.૩૦/૧૧ના રોજ પોતાના રહેણાંક મકાને હોય ત્યારે કોઈ ઝેરી જાનવર કરડી જતા તેને પરિવારજનો દ્વારા રાજકોટ તાલુકાના કુવાડવા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું, મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.