ટંકારાના મિતાણા ગામે રહેતા લીલાબેન દેવજીભાઈ પારધી ઉવ.૬૫ ગઈકાલ તા. ૦૧/૦૫ ના રોજ પોતાના ઘરે હોય ત્યારે વહેલી સવારમાં લીલાબેનને હાથમાં કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું. જેથી પરિવારજનો દ્વારા લીલાબેનને સારવાર અર્થે ટંકારા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે તેઓને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા, ત્યારે ટૂંકી સારવામાં લીલાબેનનું મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજ્યું હતું, મૃત્યુના બનાવ અંગે પોલીસને જાણ કરતા, પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.