Sunday, July 20, 2025
HomeGujaratહૃદય, ફેફસા, કીડ તેમજ આતરડાના રોગથી પીડાતા વૃધ્ધાની આયુષ હોસ્પિટલ દ્વારા સફળતા...

હૃદય, ફેફસા, કીડ તેમજ આતરડાના રોગથી પીડાતા વૃધ્ધાની આયુષ હોસ્પિટલ દ્વારા સફળતા પૂર્વક સારવાર કરાઈ

મોરબી હવે આરોગ્ય ક્ષેત્રે પણ સતત વિકાસ કરી રહ્યું છે. જેમાં શહેરની આયુષ હોસ્પિટલમાં જટિલ રોગોની સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી રહી છે. ત્યારે આયુષ હોસ્પિટલના ડો. સત્યજીસિંહ જાડેજા દ્વારા હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડામાં એક સાથે લાગુ પડેલા જટિલ અને ગંભીર રોગોની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લાના 78 વર્ષના દર્દી ગત તા.8 જુલાઈ, 2025ને મંગળવારના રોજ રાત્રે આયુષ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં આવ્યા હતા. ત્યારે ડૉ. સત્યજીસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એમનું જમણી બાજુનું હૃદય ફેઈલ થયું છે અને જમણી બાજુનું હૃદય પહોળું થયું છે. ફેફસામાં ઇન્ફેકશન ફેલાયેલું છે, જેથી ફેફસામાં જતી લોહીની નળીમાં ઊંચું દબાણ થાય છે. હૃદયના ધબકારા અનિયમિત છે. કીડનીને ડેમેજ થયેલું છે, આંતરડામાં સોજો આવેલો છે. આમ આટલા બધા જટિલ રોગો એક સાથે લાગુ પડેલા હોવાથી દર્દીની સ્થિતિ ગંભીર હતી. જેથી દર્દીએ ભાવુક થઈને ડો. સત્યજીસિંહ જાડેજાને ખુબજ ગંભીર અવાજે વિનંતી કરેલી કે “સાહેબ મને ગમે તેમ કરીને તમારે ઉભી કરવાની છે. મને ખબર છે મારી હાલત ખુબ ગંભીર છે.” અને ડો. સત્યજીસિંહ જાડેજા તેમજ આયુષ હોસ્પિટલની એક અઠવાડિયાની સારવાર સફળ થતા દર્દીને હસતા મોઢે રજા આપતા, દર્દી તેમજ તેમના પરિવારજનોએ ડો. સત્યજીસિંહ જાડેજા તેમજ આયુષ હોસ્પિટલનો ખુબ આભાર માન્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!