અચાનક એસટી બસ ચાલુ કરી દેતા મુસાફર ૭૦ વર્ષીય વૃદ્ધ મહિલાનો પગ વ્હીલમાં આવી ગયો.
વાંકાનેર: વધુ એક એસટી બસના ચાલકની બેદરકારી અને ગફલતભર્યા ડ્રાઇવિંગને કારણે વૃદ્ધ મહિલાએ પોતાનો એક પગ ગુમાવ્યો છે, જેમાં વાંકાનેર પુલ દરવાજા પાસે મુસાફરી કરવા એસટી બસમાં ચડતા સમયે એસટી ચાલક દ્વારા બસ ચાલુ કરી દેતા, વૃદ્ધ મહિલા નીચે પડ્યા હતા, તે સાણાયે એસટી બસનું વ્હીલ મહિલાના પગ ઉપર ફરી વળતા, મહિલાનો પગ ગોઠણથી નીચેનો સદંતર છૂંદાઈ ગયો હતો, હાલ વૃદ્ધ મહિલાના પતિએ એસટી બસ ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જીલ્લાના બગડુ ગામે બસ સ્ટેશન સામે રહેતા ત્રિકમભાઈ દેવરાજભાઈ ડોબરીયા ઉવ.૭૩ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી એસટી બસ રજી.નં. જીજે-૧૮-ઝેડ-૯૭૦૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૭/૦૪ ના રોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં ફરીના પત્ની વિજયાબેન ત્રિકમભાઇ ડોબરીયા ઉવ.૭૦ વાંકાનેર પુલ દરવાજે એસ.ટી બસમાં બેસવા જતા હતા ત્યારે આરોપીએ પોતાના હલાવાવાળી એસ.ટી બસ બેફીકરાઇથી ગફલત ભરી રીતે ચાલુ કરી ચલાવતા ફરીયાદીના પત્ની પડી ગયા હતા, ત્યારે તેનો ડાબો પગ બસના આગળના વ્હીલમાં આવી જતા ગોઠણથી નીચેનો ભાગ સંપુર્ણ છૂંદાઈ ગયો હતો, હાલ વાંકાનેર સીટી પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.