રાજકોટ રેલ્વે ડિવિઝનના રાજકોટ-સુરેન્દ્રનગર સેક્શનમાં આવેલા વગડિયા સ્ટેશનથી મુલીરોડ સ્ટેશન સુધીનું ઇલેક્ટ્રિક કાર્ય પૂર્ણ થતા અમદાવાદથી બિલેશ્વર સ્ટેશનની તેમજ અમદાવાદ-નવલખી બંદર સિંગલ લાઈન ઇલેક્ટ્રિક કાર્ય પૂર્ણ થતા રેલવે દ્વારા લીલી ઝંડી બતાવી ટ્રેન શરુ કરવામાં આવી છે. ત્યારે આ પ્રસંગે બંને ઇલેક્ટ્રિક વિભાગના વડા મંગલભાઈ તેમજ અજયભાઇ સાથે કિશન, ઈન્જીનીયર ફૂલચંદભાઈ તેમજ જયાલ સાથે સેક્શન સેફટી કીસપર્ટ જુનેની દ્વારા ઇલેક્ટ્રિક એન્જીન રવાના કરાવામાં આવેલ હતું.