Friday, September 20, 2024
HomeGujaratમોરબીના વરમોરા સીરામીક કંપનીના કર્મચારીએ હોટલ/ટ્રાવેલ્સની ખોટી ટિકિટો બુક કરી રૂ.૧૦.૪૩લાખની છેતરપિંડી...

મોરબીના વરમોરા સીરામીક કંપનીના કર્મચારીએ હોટલ/ટ્રાવેલ્સની ખોટી ટિકિટો બુક કરી રૂ.૧૦.૪૩લાખની છેતરપિંડી આચરી

મોરબીમાં વાંકાનેરના ઢુંવા ખાતે આવેલ દેશ વિદેશમાં ખ્યાતનામ વરમોરા ગ્રેનાઈટો પ્રા. લી. કંપનીમાં અડમીન એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવતા જૂનાગઢ જીલ્લાના કર્મચારીએ મેક માય ટ્રીપમાં વરમોરા ગ્રેનાઈટોના વોલેટમાંથી કંપનીની મંજૂરી વગર અલગ અલગ હોટેલ/ટ્રાવેલ્સની ૩૭ ટિકિટો બુક કરી કંપની સાથે ૧૦.૪૩લાખથી વધારે રૂપિયા બારોબાર ઓળવી ગયો હતો. જ્યારે કંપનીને સમગ્ર છેતરપિંડી બાબતે જાણ થઈ ત્યારે આ કર્મચારી વરમોરા ગ્રેનાઈટોમાંથી નોકરી મૂકીને ચાલ્યો ગયો હતો ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો જેમાં માત્ર છ મહિનાની નોકરીના કાર્યકાળ દરમિયાન કર્મચારીએ આવડી મોટી રકમની છેતરપિંડી કરી હતી. ત્યારે કર્મચારી સાથે ટેલિફોનિક વાત કરતા પોતે કંપની સાથે છેતરપિંડી કર્યાની કબુલાત આપી તમામ રૂપિયા કંપનીને પરત આપવા તૈયારી બતાવી હતી પરંતુ એક વર્ષ દરમિયાન ખોટા વાયદા કરી રૂપિયા ન ચૂકવતા કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર રાજકોટના મવડી વિસ્તારમાં વિશ્વનગર-૧માં રહેતા અને વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ પાસે આવેલ વરમોરા ગ્રેનાઈટો પ્રાઇવેટ કંપનીમાં લીગલ વિભાગમાં ફરજ બજાવતા મુકુંદભાઇ તુલશીભાઇ સંચાણીયા ઉવ.૪૩ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી અવિનાશ અશોકભાઇ વાઘેલા ઉવ.૨૯ રહે. ડુંગરપુર સરદારનગર નવાપાતાપુર તા.જી.જુનાગઢ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી અવિનાશ અશોકભાઇ વાઘેલા વરમોરા પ્રા.લી. કંપનીમાં એડમીન એક્ઝીકયુટીવ તરીકે ફરજ બજાવતા હોઇ અને કંપનીએ આરોપી પર વિશ્વાસ મુકી હોટલ/ટ્રાવેલ્સ બુકીંગ કરવા માટે અગત્યની જવાબદારી સોંપેલ હોઇ અને કંપની દ્વારા મેક માય ટ્રીપ(MMT) ઓનલાઇન ટ્રાવેલ્સ નામની વેબસાઇટ/ એપ્લીકેશનમાં વરમોરા કંપનીનું એકાઉન્ટ બનાવી તેના યુઝર નેમ પાસવર્ડ એડમીન એક્ઝીકયુટીવ તરીકે આરોપી અવિનાશ વાઘેલા પાસે રહેતા હોઇ જેથી આરોપીએ તા.૧૬/૦૬/૨૦૨૩ થી તા.૧૪/૧૧/૨૦૨૩ સુધીના સમય દરમ્યાન કંપનીની મંજુરી વગર અલગ અલગ કુલ-૩૭ હોટલ/ટ્રાવેલ ટીકીટ બુંકીંગ કરી કી.રૂ. ૧૦,૪૩,૬૦૬/- ની રકમની ચુકવણી મેક માય ટ્રીપના વરમોરા કંપનીના વોલેટમાંથી ચુકવતા કંપનીએ તેમને સોંપેલ અગત્યની ફરજમાં કંપનીનો વિશ્વાસ તોડી પોતાના અંગત આર્થિક લાભ સારૂ કંપનીની મંજુરી સિવાયના હોટલ/ટ્રાવેલ્સ ટીકીટ બુકીંગ કરી કંપની સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!