ટંકારા તાલુકાના આંબેડકરનગર (વીરવાવ) ખાતે એક શામ બાબા સાહેબ કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૯/૦૪/૨૦૨૫ ને શનિવારના રોજ બપોરે ૩ વાગ્યે ભીમ દાંડિયા, ૬ વાગ્યે ભોજન અને ૮ વાગ્યે ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા તમામ લોકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સમસ્ત અનુસૂચિત સમાજ આંબેડકરનગર (વીરવાવ) ટંકારા તાલુકા દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ની ૧૩૪ મોi જન્મ જયંતી નિમિતે ભીમ મહોત્સવનું આયોજન તા. ૧૯/૦૪/૨૦૨૫ ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે. જેમાં શનિવારે બપોરે ૩:૦૦ વાગ્યે ભીમ દાંડિયા, સાંજે ૬:૦૦ વાગ્યે ભોજન સમારંભ અને રાત્રે ૦૮:૦૦ વાગ્યે ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર તરીકે પરેશભાઈ રાઠોડ તેમજ સાજીંદા ગ્રુપ રહેશે. જેમાં ઉપસ્થિત રહેવા આંબેડકરનગર (વીર વાવ) ગામ સમસ્ત મોબાઇલ નં. ૭૯૮૪૦ ૩૫૫૩૫, ૯૦૩૩૩ ૩૯૫૯૦, ૬૩૫૩૪ ૯૬૪૮૯ અને ૬૩૫૩૧ ૮૨૬૫૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.