અ. સૌ. મીનાબેન બિપીનભાઈ દોશીના “વર્ષીતપ” પારણાની પૂર્વ સંધ્યાએ સંધ્યા ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. દશાળી માળી વણિક જ્ઞાતિ વાડી ખાતે ભાવનગરના સુપ્રસિદ્ધ સંગીતકાર મોહિતભાઈ બારોટની સંધ્યા ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા સમસ્ત જૈન સમાજને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અ. સૌ. મીનાબેન બિપીનભાઈ દોશીના “વર્ષીતપ” પારણાની પૂર્વ સંધ્યાએ સંધ્યા ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે તા. ૩૦/૦૪/૨૦૨૪ ના રોજ રાત્રે ૮:૦૦ વાગ્યે દશાશ્રી માળી વણિક જ્ઞાતિ વાડી ખાતે ભાવનગરના સુપ્રસિદ્ધ સંગીતકાર મોહિતભાઇ બારોટ સંધ્યા ભક્તિ કરાવવા માટે ખાસ પધારશે. ત્યારે ” સમસ્ત જૈન સમાજ “ને પ્રસંગમાં આવકાર આપવામાં આવ્યો છે. તેમજ સૌ ભક્તિના રંગે રંગાઇએ અને પ્રભુની આરાધનામાં જોડાઈ તેવી વિનંતી બિપીનભાઈ પ્રાણલાલ દોશી પરિવાર દ્વારા કરવામાં આવી છે.