મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે પડસુંબિયા પરિવારના દીકરા અને ચનીયારા પરિવારની દીકરીના ઘડીયા લગ્ન નું આયોજન કરવા માં આવ્યું હતું. આ પ્રેરણાત્મક પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ હાજર રહી ઘડીયા લગ્ન કરાવ્યા હતા.
મોરબી સામાંકાઠે આવેલ કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને બન્ને પક્ષે સંમતિ સાધી ઘડીયા લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં દિનેશભાઇ ડુંગરભાઈ પડસુંબિયા મોરબીવાળાના સુપુત્ર ચી.જીતેન્દ્ર અને સ્વ. ગોપાલભાઈ મનજીભાઈ ચનિયારા મોરબીવાળાના સુપુત્રી ચી. પૂનમ ના બને પક્ષ ની સહમતી અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૂર્તિયા ની હાજરીમાં ઘડીયા લગ્ન લેવાયા હતા આજના આ યુગમાં લોકો ખોટા ખર્ચા બચે અને સાદાઈથી લગ્ન કરે તેવી સમાજને રાહ ચીંધી હતી. તેની સાથે સાથે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા બન્ને પક્ષો ને નમો ઘડિયાળ આપી અભિવાદન કર્યું હતું.