મોરબી જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. રોજ બરોજ પોલીસનો કોઈ ખોફ રહ્યો જ ન હોય તેમ આતંક મચાવી રહ્યાં છે. ત્યારે મોરબીમાં વધું એક અસામાજિક તત્વોનાં આતંકની ધટના સામે આવી છે. જેમાં આરોપીએ પોતાનું મોટર સાયકલ બિલકુલ ફરીયાદીની બાજુમાંથી ચલાવી નીકળતા ફરિયાદીએ તેને બાઈક થોડુ દૂર ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા ઈસમોએ ફરિયાદીને ગાળો ભાંડી ઢોર માર માર્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીની ધુળકોટ સદર શેરીમાં રહેતા અને કડીયાકામ કરતા યોગેશભાઇ બાબુલાલ જાવીયા ગઇકાલે ધુળકોટ સદર શેરીમાં હતા ત્યારે તન્મય મગનભાઇ કોરીયા નામના આરોપીએ તેનું મોટર સાયકલ બિલકુલ ફરીયાદીની બાજુમાંથી ચલાવી નીકળતા તેને મોટર સાયકલ પોતાનાથી થોડુ દૂર ચલાવવાનું ફરીયાદીએ કહેતા આરોપીને નહીં ગમતા આ બાબતે આરોપીઓએ ફરીયાદી સાથે ઝઘડો કરી ભુંડાબોલી ગાળો દઇ ધુળકોટ સદર શેરીમાં જ રહેતા તન્મય મગનભાઇ કોરીયા તથા મગનભાઇ ગોવિંદભાઇ કોરીયા નામના આરોપીઓએ લાકડી વતી ફરીયાદીને ડાબા હાથે બાવડામાં તથા ડાબા પગના નળામાં મુંઢ ઇજાઓ કરી હતી. જયારે જામનગરનાં બોડકા ગામે રહેતા મયંક જીતુભાઇ કડીયા તથા તેનાએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી શરીરે સામાન્ય મુંઢ ઇજાઓ પહોંચાડતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.